Sunday 14 October 2012

જીવનસફ્‍રમાં પડકારો વગરની મંજિલે પહોંચવામાં આનંદ નથી........

જીવનસફ્‍રમાં પડકારો વગરની મંજિલે પહોંચવામાં આનંદ નથી........

નેવું વર્ષની ઉંમરના એક ગૃહસ્‍થ મળ્‍યા. આટલી લાંબી જિંદગી પોતે નિરોગી રહીને કઇ રીતે જીવ્‍યા તેની વાત તેમણે વિસ્‍તારથી કરી. વહેલા સૂવાની અને વહેલા ઊઠવાની પોતાની નિયમિતતાની વાત કરી - ખાનપાનમાં સંયમની વાત કરી, સવાર - સાંજ ફ્‍રવા જવાની ટેવની પણ વાત કરી, ક્રોઇ, ઇર્ષા અને આકાંક્ષાના આવેશોથી મુક્‍ત રહેવાની પણ વાત કરી - પછી છેવટે તેમણે કહ્યું : હું ખૂબ લાંબું જીવ્‍યો પણ કોઇ કોઇ વાર એવો સવાલ હવે મનમાં ઊઠે છે કે મેં આટલાં બધાં વર્ષોમાં કામ શું કર્યું? હું કોના માટે જીવ્‍યો? માત્ર મારા પોતાના માટે કે બીજા કોઇને માટે? મારા જ માટે ખરેખર જીવ્‍યો કે માત્ર મારી તબિયતને ખાતર જીવ્‍યો?

એમણે સ્‍મિત કર્યું પણ એમના પ્રશ્‍નો હવે તેમને વારંવાર સતાવતા હશે તે હું જોઇ શક્‍યો. કેટલા બધા લોકો પોતાની તબિયતને જ પોતાની કાળજીનું મુખ્‍ય કેન્‍દ્ર બનાવી દે છે. આ સિવાય બીજો કોઇ વિચાર જ એ કરી શકતા નથી. એક દંપતી હૃષિકેશની યાત્રાએ જવાનું વિચારતાં હતાં - બધી જ તૈયારી કર્યા પછી પતિએ કહ્યું કે મહિનાની યાત્રા માટે તબિયત જેટલી દુરસ્‍ત હોવી જોઇએ એટલી દુરસ્‍ત લાગતી નથી! યાત્રાએ જઇએ અને ત્‍યાં માંદા પડી જઇએ તો? પારકો પ્રદેશ અને ત્‍યાં કંઇ પણ ગરબડ તબિયતમાં થાય તો આપણે મુશ્‍કેલીમાં મુકાઇ જઇએ એ તો ઠીક, પણ બીજાની હાંસીનો ભોગ બનીએ! સગાંસંબંધીઓ, મિત્રો, પરિચિતો જે કોઇ જાણે એ કહ્યા વગર ના રહે કે ભલા માણસ, તમારી તબિયતનું જ ઠેકાણું નહોતું તો પછી તમે જાત્રાએ જવા શું કામ નીકળી પડયાં? ઘેર બેસીને ભગવાનને ભજવાની કોણ ના પાડે છે!

હવે ધાર્મિક યાત્રાએ જવું જ જોઇએ એ કંઇ જરૂરી કે અનિવાર્ય નથી. ઇશ્વર તો કણેકણમાં અને ક્ષણેક્ષણમાં છે. ભગવાન કોઇ અમુક સ્‍થળે જ ખાસ હાજર છે તેવું માનવાની જરૂર નથી. પણ મુખ્‍ય પ્રશ્‍ન આ નથી. જે મુખ્‍ય સવાલ છે તે તો એ કે તમે ક્‍યાંય પણ જવાનું વિચારો - ધાર્મિક યાત્રાએ જવાનું વિચારો કે માત્ર પ્રકૃતિના સૌંદર્યસ્‍થળો જોવા જવાની સફ્‍રનું વિચારો - ત્‍યારે તમે આવી બિનસલામતીની લાગણી શું કામ અનુભવો છો? તમે વાત ફ્‍ક્‍ત તબિયતની કરો છો, પણ તમારી તબિયતની એ ચિંતા માત્ર એક ઢાંકણ છે, એક પડદો છે. તેની પાછળની અસલ વાત તો પોતાના ઘર કે દરની બહાર નીકળતાવેંત જે બિનસલામતીની લાગણી તમને થાય છે તે છે.

જે માણસ બિનસલામતીની લાગણી અનુભવે છે તે કોઇને પ્રગટપણે બતાવતો નથી પણ તેની તબિયત અંગેની ચિંતા રૂપે તે પ્રગટ કરે છે. તબિયતની બાબતમાં બિલકુલ બેદરકાર રહેવું એવું કહેવાનો અહીં આશય નથી - જરૂર પડે તો નિષ્‍ણાત દાક્‍તર પાસે જવું પડે, કોઇ હોમિયોપથીના દાક્‍તર કે વૈદ પાસે પણ જવું પડે. પણ અકારણ સતત મન તબિયતમાં જ અટવાયેલું રહે તે એટલું જ બતાવે છે કે આ ખરેખરો રોગ નથી પણ બીજી જ કોઇક પીડાનું ચિહ્‌ન માત્ર છે.

જેમને ક્‍યાંય પ્રવાસ પર જવાનું નથી એવા લોકો પણ પોતાની નાદુરસ્‍ત તબિયતનો ઢાલ તરીકે ઉપયોગ કરે છે. એક કિશોર કે યુવાનને પરીક્ષા આપવા જવાનું છે - તૈયારી કરી હશે છતાં પૂરતો આત્‍મવિશ્વાસ નહીં હોવાથી તરત જ તેને એવો ભ્રમ થશે કે તબિયતમાં ગરબડ છે! શરીર પસીનો પસીનો થઇ ગયું છે! પેટમાં ગરબડ જેવું લાગે છે, માથું ભારે લાગે છે! પગ પાણી પાણી થઇ જાય છે! હવે વિજ્ઞાન કહે છે કે જ્‍યારે મનમાં કોઇ પણ વહેમ દાખલ થાય ત્‍યારે માણસનું શરીર એવાં જ લક્ષણો પ્રગટ કરવા માંડે છે! ખરેખર શરીરમાં કોઇ ખરાબી હોતી નથી - મન ઢીલું પડવાને કારણે શરીર એક આજ્ઞાંકિત સેવકની જેમ માલિકની ઇચ્‍છાને તાબે થઇને એ પ્રકારની કામગીરી બજાવે છે. જીવનના પડકારને પહોંચી વળવાની માનસિક અશક્‍તિનો જ આ પ્રશ્‍ન છે.

રશિયાનો મહાન નવલકથાકાર દોસ્‍તોવસ્‍કી કહે છે કે મને વાઇનું દર્દ હતું. એનો હુમલો આવ્‍યા પછી દિવસો સુધી હું તદ્દન અશક્‍ત થઇ જતો. એવું લાગે કે હવે પથારીમાં ઉઠાશે જ નહીં પણ હું જો કશું લખું નહિ તો ખાઉં શું? માથે કરજનો બોજ હતો તેને ઉતારું કઇ રીતે? એણે એની મોટા ભાગની નવલકથાઓ આવી કફેડી સ્‍થિતિમાં અસાધારણ મનોબળના જોર ઉપર જ લખી છે. માત્ર લખી એટલું નહીં - એક એક નવલકથા પાંચ પાંચ કે સાત સાત વાર લખી! 

જ્‍યાં સુધી તેને પરિણામ સંતોષકારક ના લાગ્‍યું ત્‍યાં સુધી એકની એક જ વાર્તા ફ્‍રી ફ્‍રીને લખી!
એવું જ બ્રિટનના મશહૂર કવિ - નવલકથાકાર ડી. એચ. લોરેન્‍સનું હતું. તેની તબિયત એવી હતી કે એવી તબિયતવાળો બીજો કોઇ માણસ તો પથારીમાંથી બેઠા થવાનું પણ પસંદ ના કરે! સંજોગો એવા હતા કે રોટી કે દવાની એક ગોળી ખાવી હોય તોય વિચાર કરવો પડે! આટલી નિર્ધન હાલત છતાં તેણે ઘણીબધી લાંબી મુસાફ્‍રીઓ પણ કરી અને ઘણુંબધું લેખનકાર્ય પણ કર્યું! સવાલ એક સંકલ્‍પનો હતો. દરેક માણસને એ વાત લાગુ પડે છે. માણસે આજીવિકા માટે પણ કાંઇક કરવું જોઇએ - તે તો દરેક જણ કરે છે પણ માણસે - સાર્થક્‍તા' માટે પણ કંઇક કરવું જોઇએ - કેમ કે છેવટે જીવનનો રસ ટકી રહે છે. સાર્થક્‍તાની લાગણીને કારણે. આ જગતમાં આપણે આવ્‍યા - આપણે આપણી જાત ઉપર જ સંપૂર્ણ દૃષ્ટિ કેન્‍દ્રિત કરીને જીવીએ તો તે જીવન એક બખોલનું, એક ગુફનું કે એક અંધારી કોટડીનું જીવન જ બની જાય! એક મોટા મેળામાં જઇને તમે આંખો બંધ કરીને, મનને સંપૂર્ણ સંકેલી લઇને સલામતીથી એક ખૂણામાં ઊભા રહી જાઓ તો તે એક ફેગટ ફ્‍ેરો જ બની રહે. તમે જીવનને જો તદ્દન ઉદ્દેશરહિત અને નિષ્‍પ્રયોજન માનશો તો તમને લાગશે કે આ જીવન એક ફેગટ ફ્‍ેરો જ છે! જીવ્‍યા તોય શું અને ના જીવ્‍યા તોય શું! એવું વિચારનારને માટે જીવન મૃત્‍યુની પ્રતીક્ષા કરતાં કરતાં એક વેટિંગ રૂમમાં ગમે તેમ સમય પસાર કરી નાખવા જેવી બાબત બની જાય છે.

એક સોળ વર્ષની યહૂદી કન્‍યા એન ફ્રેંક જાણે છે કે એડોલ્‍ફ્‍ હિટલરની મોતની ચક્કીમાં પિસાઇ જવા માટે પોતાને જવાનું જ છે પણ એ આફ્‍ત તેની ઉપર ખરેખર ઊતરી તે પહેલાં એ એક નોંધપોથી લખતી ગઇ! એન ફ્રેંકની એ ડાયરીનું પુસ્‍તક બન્‍યું અને એની લાખો નકલ ખપી. એ તો ઠીક છે પણ સોળ વર્ષની કન્‍યા અકાળે મૃત્‍યુને શરણે જતાં પહેલાં કંઇક' કરતી ગઇ!

એવી જ એક ભારતીય કન્‍યા - મેરઠની વતની - ગીતાંજલિને અસાધ્‍ય કેન્‍સર હતું. મૃત્‍યુ સામે જ હતું પણ મરતાં પહેલાં એ થોડી કવિતાઓ લખી ગઇ! તેનું પુસ્‍તક પ્રગટ થયું છે. કોઇ પણ વાંચે તો તેને ખાતરી થાય કે બુઝાઇ રહેલા પ્રાણના દીવાને અજવાળે પણ એક બાળા કંઇક કરી શકે છે! તે પુસ્‍તક વેચાય કે ના વેચાય તેનું મહત્ત્વ નથી. એ કન્‍યાને કોઇ કીર્તિ મળે કે ના મળે તે મુદ્દો પણ ગૌણ છે. ભગવદ્‌ગીતાએ માણસના કર્મના અધિકાર ઉપર ઘણો ભાર મૂક્‍યો છે તેનો મર્મ સમજવા જેવો છે. ફ્‍ળ તો મળે કે ના મળે, સિદ્ધિ મળે કે ના મળે, માણસ કર્મનો અધિકાર છોડી શકે નહીં. માણસ જ્‍યારે કર્મ' આટોપી લે - તે પુરુષાર્થના કોઇ પણ ક્ષેત્રનું હોઇ શકે - ધર્મના ક્ષેત્રનું પણ હોઇ શકે - ત્‍યારે જીવનનો એ અંત જ કહેવાય. માણસ એક શરીર તરીકે જીવે - એક સ્‍થૂળ હસ્‍તી તરીકે હયાત રહે પણ તે સાચા અર્થમાં જીવતો માણસ' ના કહેવાય. માણસમાત્રને તેની પીડા છે, તેની લાચારી છે, સંજોગોનું પિંજર છે. તબિયતની કે બીજી મૂંઝવણો પણ હોઇ શકે છે પણ આ બધી જ મર્યાદાઓ છતાં તે ધારે તો સાર્થક્‍તાની લાગણી' સાથે કાર્ય કરતાં કરતાં જીવી શકે છે અને જીવનનો લહાવો લઇ પણ શકે છે.

લગભગ એકસો વર્ષની ઉંમરે પહોંચેલા એક વૃદ્ધનો મેળાપ થયો - પૂછયું કે આ ઉંમરે શા માટે આવી દોડધામ કરો છો? તમે કોઇની ખબર કાઢવા નહીં જાઓ તો કોઇ માંદો માણસ તમારું માઠું લગાડવાનો નથી! તમારે કોઇના બેસણામાં જવાની જરૂર નહીં કે તમારે કોઇની વ્‍યાધિના અવસરે જાતે હાજર થવાની જરૂર શું? એ વૃદ્ધે કહ્યું કે મારાથી રહેવાય જ નહીં! મને ડર પણ શાનો? વધુમાં વધુ ડર તો એ કે હું રસ્‍તામાં જ ક્‍યાંક ઢળી પડું, ઇસ્‍પિતાલ ભેગો થાઉં કે સ્‍થળ પર જ મૃત્‍યુ પામું! પણ આમાં ડરવા જેવું શું છે? મૃત્‍યુ જો આવવાનું જ હસે તો હું ઊંઘમાં જ ગુજરી જાઉં તેવું બની શકે છે અને અકસ્‍માતની વાત કરતા હો તો મને થયેલા બધા અકસ્‍માતો મારા ઘરમાં જ થયા છે. એક વાર બાથરૂમમાં લપસી પડયો હતો અને હાડકાં ભાંગ્‍યાં હતાં. એક વાર ઘરના આંગણામાં જ પડી ગયો હતો!

આમાં કોઇ આંધળૂકિયા કરવાની કે ખોટી દોડધામ કરવાની વાત નથી. વાત છે ટટ્ટાર મનથી ટટ્ટાર રહીને પોતાના જીવનધર્મને અનુરૂપ રહીને જીવવાની! મારી કે તમારી તબિયત દવાની પડીકીમાં જ છે અને મારો કે તમારો જીવ પડીકામાં બાંધીને જ સાચવવો પડે નહિતર તબિયત અને જીવ બત્રે ગુમાવી બેસીએ એવું માનવું તે એક પ્રકારની બુજદિલી છે. કેટલાય લોકો માત્ર સાહસનો શોખ સંતોષવા ઊંચામાં ઊંચા પહાડ ચઢે છે અને પ્રકૃતિના દુર્ગમમાં દુર્ગમ સ્‍થાનોની યાત્રા કરે છે! જીવન છેવટે એક મહાન પરાક્રમ છે, એક સાહસ છે, એક પડકાર છે - માણસ જાણે છે કે વહાણ પણ બને છે તે સફ્‍ર માટે છે. સલામતી જ મુખ્‍ય વાત હોય તો તેને કિનારા પર જ બાંધી રાખવું પડે! પણ વહાણ તો બન્‍યું છે તોફની દરિયામાં સફ્‍ર કરવા માટે. ઇશ્વરે માણસને પણ તે તેની જિંદગી પર ઝળૂંબતાં તમામ જોખમોની વચ્‍ચે પણ ટકી શકે એવી રીતે બનાવ્‍યો છે! જીવન કિનારા પર પલાંઠી વાળીને સલામત બેસી રહેવા માટે નથી - દરિયાઇ સફ્‍ર માટે છે!

( ભૂપત વડોદરિયાના પુસ્‍તક પંચામૃતમાંથી....)

No comments:

Post a Comment